" જમીન બનશે જીવંત
ખેડૂત થશે ખુશ! "
"ચાલો, જમીન બચાવીએ, ખેતી બચાવીએ. સ્વસ્થ માટી એ સ્વસ્થ પાકનો પાયો છે."
શા માટે ફાર્મ ઓર્ગેનિક?
ફાર્મ ઓર્ગેનિક કંપની ભારતમાં ટકાઉ ખેતીના વિકાસ માટે સમર્પિત એક ISO 9001:2015 પ્રમાણિત કંપની છે, લાંબા ગાળા ની કૃષિ સમૃદ્ધિનો માર્ગ છે.
ફાર્મ ઓર્ગેનિક ખાતે અમે માનીએ છીએ કે સ્વસ્થ માટી સ્વસ્થ પાકનો પાયો છે. ઓર્ગેનિક ખાતરો અને દવાઓ નો જ ઉપયોગ કરીએ જરૂર પડતા જ આપણે રાસાયણીક અને જંતુનાશક દવાઓ નો સિમિત ઉપયોગ કરીએ. ખેડૂતો ને સમજવુ પડશે કે જમીન માટી ના જીવનને નુકશાન પહોંચાડ્યા વિના ઉત્પાદન અને ઉચ્ચ ગુણવત્તા વાળુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. ને ફાર્મ ઓર્ગેનિક આપને સહાય કરી શકે છે..
અમારી ફિલોસોફી : સંકલિત ખેતી.
- જમીન ને ઓર્ગેનિક કાર્બન થી ભરવી.
- જમીન માં સૂક્ષ્મ જીવાણુ નો વધારો જમીન જીવંત કરવી.
- પ્રાકૃતિક રીતે પાકના સ્વાસ્થ્ય ને ટેકો આપવો.
- રાસાયણીક ખાતરો અને દવાઓ પર લાંબા ગાળાની નિર્ભરતા ઘટાડવી.
- ખેડૂત પોતે પોતાની પ્રોડક્ટ ને બજાર માં વેચી શકાય છે.

જમીન પુનર્જીવન
જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારીને અને સુક્ષ્મ જીવાણુનો વધારો કરીને જમીનને ફરીથી જીવંત કરવી.

સંકલિત ખેતી
રાસાયણિક ખાતરો અને દવાઓ પરની નિર્ભરતા ઘટાડવી. જરૂર પડતા જ મર્યાદિત ઉપયોગ કરવો.

લચીલો ઉપયોગ
પહેલા નાનો ટ્રાયલ કરો, પછી મોટા ખેતરમાં ઉપયોગ કરો.

ઉત્પાદનમાં વધારો
ખેતરની ઉપજ વધશે, ખર્ચ ઘટશે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે.
અમારું વિઝન!
ફાર્મ ઓર્ગેનિકનું વિઝન જમીનને પુનર્જીવિત કરી, ખેડૂતોનું ઉત્પાદન વધારવા અને ખેતીનો ખર્ચ ઘટાડવાનું છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે રસાયણ મુક્ત, પોષક તત્વોથી ભરપૂર અને સ્વચ્છ ખોરાક એ સ્વસ્થ માનવ જીવનનો પાયો છે. ઓર્ગેનિક ખાતરોના ઉપયોગથી પાકની ગુણવત્તામાં સુધારો લાવી, માત્ર જમીનને જ નહીં પરંતુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક થકી સમગ્ર માનવ જીવનને સમૃદ્ધ બનાવવું એ જ અમારું લક્ષ્ય છે.
“જો જમીન જીવંત બનશે, તો જ ખેડૂત ખુશ થશે.”
શા માટે ફાર્મ ઓર્ગેનિક ઉત્પાદનો નો જ ઉપયોગ કરવો?
- 100% ઓર્ગેનિક ખાતરો
- લેબ ટેસ્ટેડ પ્રોડક્ટ
- હજારો ખેડૂતો નો વિશ્વાસ
- ઓર્ગેનિક હોવા છતાં ટૂંકા ગાળા માંજ પરીણામ
- પહેલા નાનો ટ્રાયલ કરો પછી મોટા ખેતર માં ઉપયોગ કરો
- એક જ પ્રવાહી ખાતર માં બધા જ પોષક તત્વોનો ઉમેરો.
અમારા ઉત્પાદનો
એક જ પ્રવાહી ખાતરમાં બધા જ પોષક તત્વોનો ઉમેરો.
જીવંત પરિણામો, સંતુષ્ટ ખેડૂતો
અમારા ઓર્ગેનિક ઉત્પાદનોના વાસ્તવિક પરિણામો અને ખેડૂતોનો લાઈવ અનુભવ.
ખેડૂતોના પ્રતિભાવો
0:16
0:16
અમારો સંકલ્પ
જમીન બચાવો, ભવિષ્ય બચાવો
“ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો. વર્ષો પહેલા જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ નહોતા કરતા ત્યારે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન 4 થી 5% હતો. આજે અંધાધૂન રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટીને 0.5% થઈ ગયો છે. સુક્ષ્મ જીવાણુ રહ્યા નથી અને જમીન બંજર બનતી જાય છે.
આપણે આવનારી પેઢીને બંજર જમીન આપવી છે કે જીવંત જમીન? ચાલો, જમીન જીવંત બનાવી આપણી પેઢીને સમૃદ્ધ ખેતી આપીએ.”
અમારો સંપર્ક કરો
શું કોઈ પ્રશ્નો કે પ્રતિભાવ છે? જણાવો અમે તમારી કેવી રીતે મદદ કરી શકીએ. અમારા ખેડૂત મિત્રો સાથે વાત કરવી અમને ગમે છે.
contact@farmorganic.com
અમને કૉલ કરો
શું તાત્કાલિક સહાયની જરૂર છે? અમને કૉલ કરવામાં સંકોચ ન કરો. અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ
+91 99138 24365
અમારું સરનામું
બ્લોક નં. ૩૮૩ (383), ભાટીયા ગામ થી કછોલી રોડ, તાલુકો ચોર્યાસી
સુરત, ગુજરાત